છોટાઉદેપુરના બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો.


બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત

છોટા ઉદેપુર રોડ ઉપર બે બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ મોત અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મોડી રાત્રે સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ સિહોદ ગામનો રહેવાસી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિ સુસ્કાલ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

 બે બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત 

આ ઘટનામાં ઘાયલ થયેલ વ્યક્તિને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.આ ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


  • Follow us on: