દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાની મહેર થઈ છે. ભાડથર, લાલુકા, અને સેઢા ભાડથર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદ ખાસ કરીને એવા સમયે આવ્યો છે.
ભાડથર, લાલુકા, સેઢા ભાડથરમાં મેઘરાજાની મહેર
જ્યારે ખેડૂતોને પાક માટે પાણીની તાતી જરૂરિયાત હતી. આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા. પરંતુ આ વરસાદે તેમની ચિંતા હળવી કરી છે અને પાકને સુકાઈ જતો બચાવ્યો છે. ખેડૂતો દ્વારા આ વરસાદને પીયત સમયે વરસાદ તરીકે ગણાવવામાં આવી રહ્યો છે.













