કચ્છના ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાવાથી શહેરીજનો પરેશાન થયા છે. પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ અંજારમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે. રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા છે.  પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી પર પાણી ફરી વળ્યું


ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે.નાના ભાડિયાથી માંડવીને જોડતો રસ્તો બંધ થયો છે. રોડ રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન થયા છે. ગાંધીધામમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારના પડેલા વરસાદના કારણે લોકો હેરાન થયા હતો. સવારે નોકરી ધંધાએ જતા લોકો પરેશાન થયા સાથે સ્કૂલે જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.


  • Follow us on: