ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.31 ઓક્ટોબર 2025 સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.આ આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર સહિતના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા
આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટર સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિહ મહિડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.













