ગાંધીનગરમાં પણ વરસાદે તંત્રની પોલ ખોલી છે. અને દાવાઓ પોકળ સાબિત થયા છે. વરસાદ બાદ ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. આ મુશ્કેલીનો સામનો કરવા અને નિવારણ લાવવા માટે મનપાની બેઠક યોજાઇ હતી. જેમાં કયા સ્થળે પાણી ભારાયા. ક્યાં ભૂવા પડ્યા તે અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે આ સમગ્ર મામલે નિવેદન આપ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, સેક્ટરોમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પાણી ઓસર્યા નથી.


અંડરપાસ હજુ બંધ હાલતમાં

ગાંધીનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પાણી ઓસર્યા નથી. અને વાહન ચાલકો તથા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ બંધ થયાના 12 કલાક પછી પણ અંડરપાસ બંધ હાલતમાં છે. ગાંધીનગરમાં સેક્ટર 21 અંડરપાસ હજુ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન હોવાથી હાલાકી સર્જાઇ છે. રહીશોએ તંત્ર પાસે આ સમસ્યા નિવારવા માટે વારંવાર રજૂઆત કરી હતી. પણ કોઇ કાર્યવાહી ન થતા સમસ્યા જેમની તેમન છે.

ગાંધીનગરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો

શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ થતા જોવા મળ્યા છે. પ્રિ મોન્સૂન માટે ગયા વર્ષે 2.70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સેક્ટરોમાં વિકાસના કામો થઈ રહ્યા છે તેમ ગૌરાંગ વ્યાસે જણાવ્યુ હતુ. તો સાથે જ કહ્યુ હતુ કે, કુદરતી રીતે આવતા પાણીથી જમીન દબાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસનું નિવેદન એ પણ હતુ કે, મનપાની 27 ટુકડી કામગીરી કરી રહી છે. અંડરપાસમાંથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઇ છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, વરસાદ વહેલો આવતા પ્રિ-મોન્સૂન કામગીરી ન થઈ શકી.

'સેક્ટર વાઈઝ જવાબદારી સોંપાઇ'

ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યુ હતુ કે, જ્યાં ખાડા ખોદાયા હોય ત્યાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. મનપાની 27 ટુકડી મોકલી કામગીરી પૂરી કરાવી રહ્યા છે. ૩ મીટર ખોદાણ થયું હોય ત્યાં આ સ્થિતિ પેદા થાય છે. અંડરપાસમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સેક્ટર વાઈઝ જવાબદારી આપવામાં આવી છે. રોલિંગ સાથે કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે. આજના દિવસમાં 17થી 18 ફરિયાદો મળી હોવાનું ગૌરાંગ વ્યાસે કહ્યુ હતુ. 

  • Follow us on: