ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ વરસાદે તબાહી મચાવી. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અત્યાર સુધીમાં અંદાજે કુલ સિઝનના સરેરાશ 44.77 ટકા વરસાદ નોંધાયો. .ભારે વરસાદની તોફાની બેટિંગના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. રાજ્યમાં સિઝનની શરૂઆતમાં આવેલા વરસાદના કારણે 2967 કિ.મીના રસ્તા તૂટ્યા હોવાની ફરિયાદો સામે આવી હતી. ત્યારે તંત્ર દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી કે અત્યાર સુધી 51 ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
- ધોવાયા રોડ રસ્તા (હેડિંગ)
- રસ્તાનું ધોવાણ 2967 કિ.મી
- રસ્તા પર ખાડા 14,169
- પેચવર્કની કામગીરી 51 ટકા
- ખાડા પૂરાયા 62 ટકા
- ડાયવર્ઝન 183 રસ્તા
- રોડ રસ્તાની ફરિયાદ 3732
- ફરિયાદ નિવારણ 99.66 ટકા
રોડ અંગે 3732 ફરિયાદ મળી













