આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ, અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો હોવાની વાત સામે આવી છે, આગામી દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ગુલાબી ઠંડીની થશે શરૂઆત.
ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.













