રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ખાસ કરીને 9 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વખતે ચાલુ સિઝનમાં સાબરકાંઠા જિલ્લામાં 30 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.


સાબરકાંઠા જિલ્લામાં 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ચાલુ ચોમાસુ સિઝનમાં સાબરકાંઠા જિલ્લામાં 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વખતે જિલ્લામાં કૂલ 50 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 67 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વડાલીમાં 64, ઈડરમાં 63, વિજયનગરમાં 47 અને તલોદમાં 45, હિંમતનગરમાં 40, પોશીનામાં 35, પ્રાંતિજમાં 35 ઈંચ વરસાદ નોંધાયો છે.

અરવલ્લી જિલ્લામાં સિઝનનો કૂલ 39 ઈંચ વરસાદ ખાબક્યો

આજે અરવલ્લી જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો હતો. શામળાજી, મોટા કંથારિયા, રામેળા, વાકાટીંબા, મેઘરજ, રેલ્લાવાડા, મોડાસા, સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સિઝનનો કૂલ 39 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભિલોડામાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં અઠવાડિયાના વિરામબાદ વરસાદ ખાબકતઆં ખેતીને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. મગફળી,સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.


  • Follow us on: