સાબરકાંઠાના ઇડર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બડોલી, કાનપુર, મુડેટી, નવારેવાસ વસાઇ, બડોલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ઇડરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઈડર-ભિલોડા હાઇવે પર વિઝિબિલિટી ઘટી છે. ધોધમાર વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઇ છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેતી પાકોને ફાયદો થશે.


ઇડર તાલુકામાં ધોધમાર વરસાદ 

સાબરકાંઠામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઈડર તાલુકાના બડોલી, કાનપુર, મુડેટી, નવારેવાસ, વસાઈ, બડોલી, મુડેટી સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઇડર તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસી વાતાવરણ સુહાવનું બન્યું છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોના ચહેરે ખુશી છવાઈ છે. અમુક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા વચ્ચે વાતાવરણ પલટાતાં ઠંડક પ્રસરી છે.

વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો

ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઈડર-ભિલોડા હાઇવે પર વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે. વાતાવરણમાં ઠંડક છવાતાં ગરમીમાંથી રાહત અનુભવાઈ છે. ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.


  • Follow us on: