દ્વારકામાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. દ્વારકામાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાવલથી કલ્યાણપુર તરફનો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જામ કલ્યાણપુરમાં આવેલા સાની ડેમનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું છે. તંત્ર દ્વારા રોડની બન્ને સાઈડ બેરિકેડિંગ કરી સાવચેતીના ભાગરુપે સ્ટેટ હાઈવે બંધ કરાયો.
સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો













