ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવ્યું છે જેના કારણે સાબરમતીના કિનારાના ગામોના લોકોનું સ્થળાંતર શરુ કરાયું છે. ખેડામાં પણ સાબરમતીમાં પૂરની સ્થિતી છે જેથી નદીકાંઠાના ગામોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
સ્થળાંતરની કાર્યવાહી શરુ
ખેડા અને માતર તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પૂરની અસર જોવા મળી રહી છે જેના કારણે આસપાસના ગામોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે . તંત્રએ તાત્કાલિક નદી કાંઠાના ગામોમાં સ્થળાંતરની કાર્યવાહી શરુ કરી છે













