ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો થતા લોકોને હાલાકી પડી રહી છે. નદી ઓવરફ્લો થતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ખેડા -ધોળકા રોડ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. રસિકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા છે. રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરાયો છે. લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પથાપુરા ગામ જવાના રોડ પર બેરિકેડિંગ લગાવ્યા છે. રેસ્ક્યુ માટે 10 બસ રસીકપુરા, પથાપુરામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. SDRF તેમજ ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે.
ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો













