મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો થયો છે. સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલ્યા છે. 40 હજાર ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં પાણીની આવક 46508 ક્યુસેક છે. નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.


કડાણા ડેમની સપાટીમાં વધારો 

રાજ્યના ત્રીજા અને આઠ જિલ્લાના જીવા દોરી સમાન કડાણા ડેમની સપાટીમાં વધારો થયો છે. કડાણા ડેમના 4 ગેટ 4 ફૂટ સુધી ખોલી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં 46,508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમનું રૂટ લેવલ મેન્ટેન કરવા હાલ 41 હજાર ક્યુસેક પાણી ગેટ મારફતે અને 20 હજાર ક્યુસેક પાણી હાઇડ્રો પાવર યુનિટ મારફતે છોડવામાં આવી રહ્યું છે.

 કડાણા ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલ્યા

કડાણા ડેમના 4 ગેટ 4 ફૂટ સુધી ખોલી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમમાંથી હાલ 40 હજારથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં પાણી છોડતા મહી નદીના નીચાણ વાળા વિસ્તારમાં તંત્ર દ્વારા સાવચેતી અંગેની સૂચના અપાઈ છે. કડાણા ડેમ 92 ટકા ભરાતા 8 જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં 46,508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


  • Follow us on: