સતલાસણા-વડાલી નદીનો કોઝવે સંપૂર્ણ ધોવાયો છે, કોઝવે ધોવાતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે અને RCC રોડના પડ પણ નદીમાં ધોવાઇ ગયા છે, નદીના બંન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ધોવાયો હોવાની વાત સામે આવી છે, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાણી છોડાય છે ત્યારે દર ચોમાસાની અંદર કોઝવે ધોવાઈ જાય છે.


ધરોઈના ગેટ સતત ખુલ્લા રહેતા વડાલી કોઝવે સંપૂર્ણ ધોવાયો

ધરોઈ ડેમના 8 ગેટ ખોલ્યા હતા ત્યારે સંપૂર્ણ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ત્યારે ડેમના હાલમાં 2 ગેટ ખુલ્લા રહેતા પાણી ઓસર્યા છે, સતલાસણા થી વડાલી રોડનો નદીનો કોઝવે સંપૂર્ણ ધોવાયો અને હાલમાં વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ડામર રોડના પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા છે, RCC રોડના પડ પણ નદીમાં ધોવાઈ ગયા છે, ત્યારે જ્યારે સાવચેતીના ભાગરૂપે નદીના બન્ને છેડે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સતલાસણા અને વડાલી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

હાલમાં સતલાસણાથી વડાલી જવા આવવા માટે હડોલ, વલાસણા ઈડર થઈને વડાલી સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ધરોઈ ડેમના સંપૂર્ણ ગેટ બંધ થયા પછી જ નવો રોડ બનાવવામાં આવશે. ધરોઇ ડેમના બે ગેટ ખોલી પાણી છોડાયું છે અને ડેમમાં પાણીની આવક 2088 ક્યુસેક નોંધાઈ છે, 6672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે અને સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે, ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો 84.76 ટકા અને ધરોઇ ડેમની હાલની જળ સપાટી 617.97 ફૂટ નોંધાઈ છે, સ્થાનિકોને સાબરમતી નદીમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

  • Follow us on: