મહેસાણાના ધરોઈ ડેમના બે ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમામાં પાણીની આવક થતા રૂલ રેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 2088 ક્યુસેક થઈ છે. ડેમમાંથી 6672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો 84.76 ટકા છે. ધરોઇ ડેમની હાલની સપાટી 617.97 ફૂટ છે. સાબરમતી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા છે.


ધરોઇ ડેમની હાલની સપાટી 617.97 ફૂટ

ઉપરવાસ અને જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે ધરોઈ ડેમામાં પાણીની સતત આવક જોવા મળી રહી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 2088 ક્યુસેક નોંધાઈ છે. ડેમના 2 ગેટ 2.50 ફુટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 6672 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 84.76% નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો વધુ ગેટ ખોલવામાં આવશે.

સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું

સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો વધુ ગેટ ખોલવામાં આવશે. સાબરમતી નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ધરોઇ ડેમની હાલની સપાટી 617.97 ફૂટ છે.


  • Follow us on: