ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાંથી આગામી સમયમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જળાશયમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 610.12 મીટર (610.43 ફૂટ) પર પહોંચી છે.
ધરોઇ ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે













