અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદમાં રાજમાર્ગ પર પાણીનું તાંડવ જોવા મળ્યું હતું. મેઈન બજારમાં પાણીના ભારે પ્રવાહમાં બાઇક તણાતાનો વીડિયો સામે આવ્યો છે. મેઈન બજારમાં પાણી ભરાતા સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસાના સાકરીયા, માથાસુલીયા જાલોદર, ફરેડીમાં વરસાદ નોંધાયો હતો.
મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો













