મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. જિલ્લામાં ખેતરોમાં કપાસનો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોહીશાળા અને અણીયારીમાં ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. શહેરમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના લાટી પ્લોટ, આલાપ રોડ, નહેરુ ગેટ અને કન્યા છાત્રાલય રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બ્રાહ્મણી ડેમ-1 પણ સો ટકા ભરાઈ ગયો













