ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થઈ. રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળ્યો. ધોધમાર વરસાદથી નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 119.34 મીટર ઉપર પહોંચી છે.
નર્મદા ડેમમાં પાણીની આવક એવરેજ 43,540 ક્યુસેક જોવા મળી. જો કે સરદાર સરોવર સંપૂર્ણ ભરવાથી હજુ 20 મીટર દૂર છે. સરદાર સરોવરમાં કુલ પાણીનું સ્ટોરેજ 4396 MCM છે. ઉપરવાસમાં સતત અનરાધાર વરસાદના કારણે અત્યારે ડેમમાં પાણીની આવક વધતા મુખ્ય કેનાલમાંથી 14 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા કેનાલના પાણીનો અનેક વિસ્તારોને લાભ મળશે. ખાસ કરીને ખેડૂતો સિંચાઈ માટે પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકશે.













