નર્મદા જિલ્લામાં બે પાર્ટીના નેતાઓ બાખડ્યા હોવાની ઘટનામાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. MLA ચૈતર વસાવાને આજે સાંજે 5 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે. ATVTની બેઠક દરમિયાન બબાલ થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવા પર જાનથી મારી નાંખવા,અભદ્ર ભાષા પ્રયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાને LCB પોલીસ સ્ટેશન રખાયા છે. ચૈતર વસાવાના સમર્થકો પોલીસ સ્ટેશને ઉમટ્યા છે.
MLA ચૈતર વસાવાની ધરપકડ













