સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, જ્યાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં પાંચ ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને કારણે ઉમરપાડા-ઉચવણ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર પાણીનું સ્તર અચાનક વધી જવાથી એક બાઈકચાલક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ બાઈકચાલક લાકડા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
સ્થાનિકોની સમયસૂચકતાએ બાઈકચાલકનો જીવ બચાવ્યો













