ગુજરાતમાં વરસાદની વિદાય બાદ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવાળીના તહેવારમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. વલસાડ સહિત ડાંગ જિલ્લામાં પણ માવઠું થવાની લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરીવાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.


વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં જ માવઠું થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારે પવન સાથે વરસાદ થતાં જિલ્લામાં ત્રેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

25થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગના ડાયરેક્ટર એમ.કે. દાસ દ્વારા જણાવાયું હતું કે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 25થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે LCS3 સિગ્નલ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.


  • Follow us on: