વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીકાંઠાના ગામોના લોકોને સલામત સ્થળે પહોંચી જવાની તંત્રએ સુચના આપી છે.


વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. કપરાડામાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ધરમપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.

વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં પૂર

બીજી તરફ ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે. પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યા છે. પૂરના કારણે નદી કિનારા ગામોના લોકોને સલામત સ્થળે પહોંચી જવા સુચના અપાઇ છે.

જિલ્લાના 150થી વધુ રસ્તા બંધ

બીજી તરફ ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી વલસાડ જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે જિલ્લાના 150થી વધુ રસ્તા બંધ થઇ ગયા છે. જિલ્લાનો સ્ટેટ હાઇવે તથા જિલ્લા પંચાયત હસ્તક સહિતના તમામ રસ્તા બંધ થઇ ગયા છે. 

  • Follow us on: