હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમો દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે અને 7 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ નથી, તો 10 ઓકટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થશે અને ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, રાજસ્થાન અને કચ્છમાંથી વરસાદે વિદાય લીધી છે.


સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ છલકાયો

સરદાર સરોવર નર્મદા ડેમ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી ૬ઠ્ઠી વાર ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો, મુખ્યમંત્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાયા છે.

સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે

તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.


  • Follow us on: