હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદની સંભાવનાઓ છે. પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.













