રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જાણે નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલીમાં પણ ભારે વરસાદને લઈ ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો આજે કયા અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, વલસાડ, ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે હળવા વરસાદની શકયતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે અમદાવાદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
29 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
30 સપ્ટેમ્બરે કચ્છ, મોરબીમાં ભારે વરસાદની આગાહી
30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 111.16 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે
રાજ્યમાં આજની તારીખ સુધીમાં 111.16 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96 ટકા વરસાદ ખાબક્યો છે.