હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમા ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેલી છે.


અમદાવાદમાં આજે હળવા વરસાદની શકયતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે અમદાવાદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

29 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

29 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

30 સપ્ટેમ્બરે કચ્છ, મોરબીમાં ભારે વરસાદની આગાહી

30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 111.16 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં આજની તારીખ સુધીમાં 111.16 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96 ટકા વરસાદ ખાબક્યો છે.ગઈકાલે પ્રથમ નોરતે અમરેલી, ધોરાજી, ભાવનગરના મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

  • Follow us on: