ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, ડિસેમ્બરના બીજા, અંતિમ સપ્તાહમાં માવઠું થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાશે અને 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે અને આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો થશે અનુભવ.


પવનોની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, ૨૫ નવેમ્બર થી ૨૮ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે, ૨ થી ૮ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.

23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ

23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ 18 થી 25 નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે, બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે, 22 ડિસેમ્બરથી દેશના ઉતર્યા પ્રદેશના ભાગોમાં ભારે વરસાદથી હિમ ચાદર થવાની શક્યતા રહેશે.

બીજા સપ્તા બાદ બંગારના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
તારીખ 4/થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.

22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


  • Follow us on: