પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ, અને અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત સામે આવી છે, ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, આરોપીએ મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાની વાત સામે આવી છે.
વટવા જીઆઈડીસીના ત્રિકમપુરા કેનાલ પાસે યુવકની કરાઇ હત્યા
વટવા જીઆઈડીસીના ત્રિકમપુરા કેનાલ પાસે યુવકની કરાઇ હત્યા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અશ્વિન ઝાલાએ હત્યા કરી છે, મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.













