રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે નાના-મોટા જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેટ વોટર ડેટા અનુસાર, રાજ્યના કુલ 207 ડેમમાં હાલમાં 51.63% પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. જેમાં કુલ 1303931 MCM પાણીનો સંગ્રહ થયો છે. આ પૈકી રાજ્યના 7 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 6422.39 MCM જળસંગ્રહ સાથે 69.89% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાત ડેમ લેવલ

ગુજરાતમાં ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ

રાજ્યમાં ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં હાલ 42.59% પાણીનો જથ્થો નોંધાયો છે. આ ઝોનના 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. અગાઉના દિવસની સરખામણીએ અહીં 108 MCM પાણીની નવી આવક થઈ છે.મધ્ય ગુજરાતની 17 યોજનાઓમાં કુલ 47.27% જળસંગ્રહ થયો છે. આ ઝોનમાં પણ સ્થિતિ સુધારા પર છે.ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 38.68% પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના સૌથી વધુ 141 ડેમોમાં હાલ 39.36% જળસંગ્રહ છે. આ વિસ્તારના 5 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. 31મેની સરખામણીએ સૌરાષ્ટ્રના ડેમોમાં 143.15 MCM પાણીનો વધારો નોંધાયો છે. કચ્છના 20 ડેમોમાં હાલ 23.41% પાણીનો જથ્થો સંગ્રહિત છે.ગત દિવસની સરખામણીએ રાજ્યના જળાશયોમાં કુલ 114.90 MCM જેટલા નવા પાણીની આવક થઈ છે. જેનાથી પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં મોટો રાહતજનક સુધારો થયો છે.

કુલ 1201 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા

રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે અને કુલ 1201 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે.જેમાં 7 નેશનલ હાઇવેનો પણ સમાવેશ થાય છે. જેમાં વલસાડના 3 તેમજ તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને નવસારીના 1-1 નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.આ ઉપરાંત, રાજ્યમાં 26 સ્ટેટ હાઇવે અને 1109 પંચાયત હસ્તકના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.વરસાદનું સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું છે.જ્યાં એકલા વલસાડ જિલ્લાના જ 478 અને નવસારી જિલ્લાના 256 રસ્તાઓ બંધ થતાં અનેક ગામડો સંપર્કવિહોણા બન્યા છે.

136 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો

રાજ્યમાં મેઘરાજાએ ટૂંકા ગાળામાં જ ત્રાસ વર્તાવી દીધો છે જેમાં માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન જ 136 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે.આ વરસાદી સ્પેલમાં સૌથી વધુ આફત અમદાવાદના ધોળકા તાલુકામાં જોવા મળી હતી.જ્યાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચથી વધુ એટલે કે 5.91 ઈંચ ધોધમાર વરસાદ વરસી જતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ વરસાદી સ્પેલમાં સૌથી વધુ આફત અમદાવાદના ધોળકા તાલુકામાં જોવા મળી હતી જ્યાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Jamnagar News: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, 11 માસના બાળકનું મોત, GG હોસ્પિટલમાં દોડધામ