રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા પૂરતી સજ્જતા દર્શાવવામાં આવી છે, જેના ભાગરૂપે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ને એલર્ટ કરી દેવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સી કે પૂર જેવી સ્થિતિ પહોંચી વળવા અને રાહત-બચાવ કામગીરી માટે રાજ્યભરમાં NDRFની કુલ 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં સંવેદનશીલ ગણાતા વડોદરા જિલ્લામાં સૌથી વધુ 3 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે અન્ય જરૂરિયાતવાળા જિલ્લાઓમાં એક-એક ટીમ તૈનાત કરી દેવાઈ છે, જેથી ભારે વરસાદ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું

રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ ઉપરાંત દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ ઉપરાંત દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાવનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરી અત્યંત સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

સિસ્ટમની સ્થિતિ અને મૂવમેન્ટ

પૂર્વ-મધ્ય ભારતમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' હવે નબળું પડીને 'ડિપ્રેશન'માં ફેરવાયું છે. તેની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે અને તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા સમયમાં આ ડિપ્રેશન વધુ નબળું પડીને 'વેલમાર્ક લો પ્રેસર' માં રૂપાંતરિત થઈ જશે, પરંતુ તેનાથી ભેજનો મોટો જથ્થો ગુજરાત તરફ ખેંચાઈ આવ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ