ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, આ વરસાદે ખેડૂતોમાં ખુશીની લહેર દોડાવી દીધી છે અને જળસંચયની સ્થિતિમાં પણ સુધારો થયો છે.

કયા વિસ્તારમાં પડ્યો સૌથી વધુ વરસાદ?

છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે.

  • ગીર ગઢડા અને મેઘરજ તાલુકામાં સૌથી વધુ 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે.
  • અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ મહેર વરસાવતા 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • તલોદમાં 2.52 ઇંચ અને ડેડિયાપાડામાં 2.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

https://twitter.com/sandeshnews/status/2101122602043580486

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું જોર યથાવત

માત્ર સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.

  • મોડાસામાં 2.36 ઇંચ વરસાદ
  • કડાણામાં 2.24 ઇંચ વરસાદ
  • સંતરામપુરમાં 2.17 ઇંચ વરસાદ
  • માણસામાં 2.13 ઇંચ વરસાદ 
  • ખાનપુરમાં 2.09 ઇંચ વરસાદ 
  • ખેરાલુમાં 2.01 ઇંચ વરસાદ
  • વાંકાનેરમાં 1.97 ઇંચ વરસાદ 
  • મહેસાણામાં 1.95 ઇંચ વરસાદ 


આ પણ વાંચો: Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ