ગુજરાતમાં મોસમનો અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓ, ડેમો અને જળાશયો બે કાંઠે વહેતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરના સંકટને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે યુદ્ધસ્તરીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર રાજ્યના 11 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 27,856 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે, જેમાં નવસારીમાંથી 11,590 અને સુરતમાંથી 11,179 નાગરિકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

જિલ્લાવાર સ્થળાંતરિત કરાયેલા નાગરિકોની યાદી

Gujarat Rain Update


4 જિલ્લાઓમાં ઈમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન, 53 ફસાયેલા લોકોને નવજીવન આપ્યું

પૂરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકો માટે બચાવ ટુકડીઓ દેવદૂત સાબિત થઈ છે. રાજ્યના 4 મુખ્ય જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા વિશેષ રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા કુલ 53 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરમાંથી 31 લોકો, નર્મદામાંથી 10 લોકો, સુરતમાંથી 09 લોકો અને વલસાડમાંથી 03 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

Gujarat Rain Update

મોરચે તૈનાત તંત્ર, 17 NDRF, 33 SDRF અને 6 આર્મીની કોલમ તૈનાત

આપત્તિની આ ઘડીમાં રાહત અને બચાવ કાર્યને વધુ ઝડપી બનાવવા માટે સુરક્ષા દળોનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં 17 NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમો, 33 SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની પ્લાટૂન અને ભારતીય સેના (આર્મી) ની 6 કોલમ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદ, નવસારી અને સુરત જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં આર્મીની 2-2 કોલમ સાથે NDRF અને SDRF નો મોટો કાફલો સતત ખડેપગે છે.

https://twitter.com/sandeshnews/status/2083559610284425618

બચાવ ટીમોનું સમગ્ર રાજ્યમાં ડિપ્લોયમેન્ટ

Gujarat Rain Update


આ પણ વાંચો - Monsoon 2026 : દર ચોમાસે એ જ હાલાકી! પાટણમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતાં વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં