રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે. જે સાંભળતા વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર જણાઈ શકે છે, જોકે હવામાન વિભાગે આગાહી કરી છે તે જાણીને થોડી નિરાશ થઈ શકે છે. રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે (Gujarat Weather Update) આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કર્યું છે. 

હાલમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાનમાં 4 વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આમ છતાં, રાજ્યમાં સાર્વત્રિક કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં જ પડે તેવી સંભાવના છે. જે કારણે રાજ્યમાં ચોમાસુ નબળુ રહેવાની શક્યતા વધી રહી છે. આવામાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલી વધી શકે છે.

મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે, વરસાદમાં 15 ટકાની ઘટ

વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે રાજ્યમાં બફારા અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત, વર્તમાન ચોમાસાની મોસમમાં રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 15 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે, જે આગામી સામાન્ય વરસાદથી આંશિક રીતે ભરાય તેવી આશા છે.

Gujarat Weather Update: Light Rain Forecasted Across State

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશે

હવામાન વિભાગ (Gujarat Weather Update)ની આગામી સપ્ટેમ્બર 3 થી સપ્ટેમ્બર 9, 2026 માટે કરેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં જોવા મળશે.

Gujarat Weather Update: Light Rain Forecasted Across State

દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડું સારું રહી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા અને ભરૂચ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળો પર જ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.


આ પણ વાંચો - દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ