બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વના છે.આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જે આગામી કલાકોમાં ભારે વરસાદમાં પરિવર્તિત થઈ શકે છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.


આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના એક ડઝન જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે વરસાદ, વીજળી અને આંધીનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 5થી 15 MM સુધી વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. અમરેલી, આણંદ, ભરૂચ, સહિત ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, સૂરત, વડોદરા અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.  

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ અને જાફરાબાદ સહિતના દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે.અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવણી બાદ હવે પાક માટે આશીર્વાદરૂપ ગણાતો ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટ ગણાતા છોટાઉદેપુર અને નર્મદાના જંગલ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે. અમદાવાદની જનતાને અસહ્ય બફારામાંથી મુક્તિ મળશે, કારણ કે શહેરમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો સબસિડીથી લઈને સ્ક્રેપિંગ સુધી દિલ્હી અને ગુજરાતની EV પોલિસી વચ્ચેનો તફાવત


  • Follow us on: