ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે મેઘરાજા આગામી દિવસોમાં તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી 8 અને 9 તારીખે પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આશંકા હોવાથી તે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યમાં આવતીકાલે પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં નવસારી, સુરત, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે મેઘમહેરની શક્યતાઓ છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાએ મહેર કરી છે.રાજ્યના તમામ ભાગોને ચોમાસાએ હવે સંપૂર્ણપણે આવરી લીધા છે. 


આ પણ વાંચોઃ Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે