ગુજરાતમાં ચોમાસુ વધુ બળવત્તર બનતાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 30મી જુલાઈથી મેઘરાજાનો બીજો તબક્કો વધુ તીવ્ર બનશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસરથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

1 ઓગસ્ટે પણ આગાહી યથાવત

હવામાન તંત્રની આગાહી મુજબ 31 જુલાઈના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મીએ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડાવાની શક્યતા છે. વરસાદનું આ જોર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે અને 1 ઓગસ્ટે પણ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.

રાજ્યમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય

આજના દિવસ માટે હવામાન વિભાગે રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની વકી દર્શાવી છે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને સમગ્ર કચ્છ પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : Vadodaraના ફતેગંજ બ્રિજ પર ST બસ અને એક્ટિવા વચ્ચે જીવલેણ અકસ્માત, એક્ટિવાચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત