અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે બોપલ વિસ્તારમાં ભારે જળભરાવ થયો છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CM ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અમદાવાદ પોલીસ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ પર જઈને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

સેન્ટોસા પાર્કના કરોડોના બંગલા પાણીમાં

બોપલના પોશ ગણાતા સેન્ટોસા પાર્ક સોસાયટીમાં ચોમાસાના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કરોડો રૂપિયાના મૂલ્ય ધરાવતા આલીશાન બંગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાનું પાણી, વીજળી અને ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચતાં લોકો લાચાર બન્યા છે.

https://twitter.com/sandeshnews/status/2080559164921913354  


હજી પણ 20 પરિવારો ફસાયેલા

સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ ચારેય તરફ પાણી ભરાયેલા હોવાથી લગભગ 20 જેટલા પરિવારો પોતાના ઘરોમાં જ ફસાયેલા છે. CM એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને ફસાયેલા પરિવારો સુધી ખોરાક, પીવાનું પાણી અને જરૂરી મદદ પહોંચાડવાના કડક નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : Monsoon 2026 : અંબાજી-દાંતા માર્ગ પર ભેખડ ધસી પડી, રસ્તા પર મોટા પથ્થરો આવતા વાહનવ્યવહાર ઠપ્પ