હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે, જ્યારે આજે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની અને પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે. હાલમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ સક્રિય નથી અને રાજ્યમાં સરેરાશ 11 ટકા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 24 ટકા વરસાદની ઘટ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% સરેરાશ વરસાદ
હાલમાં અલ નિનોની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય હોવાને કારણે વર્ષના અંત સુધી તેની અસર રહેશે અને 'સુપર અલ નિનો'ના પ્રભાવને લીધે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે.ગુજરાતમાં 02 ઓક્ટોબર 2026 સુધીમાં સરેરાશ સામાન્ય વરસાદ સામે 89.19 ટકા કુલ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નહિવત સરેરાશ વરસાદ રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% સરેરાશ વરસાદ નોંધાયો છે.
