રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર, મેઘરાજાની સવારી હવે જામનગર અને દ્વારકા સુધી પણ પહોંચી ગઈ છે.હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.ગઈકાલે જૂનાગઢ અને આજે વલસાડ જિલ્લા સહિત ગીર સોમનાથમાં બારે મેંઘ ખાંગા થયા છે.બીજી બાજુ હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 04 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
