ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત કુલ 18 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા મહત્વના જિલ્લાઓનો પણ સમાવેશ થતો હોવાથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે
રાજ્યના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યાં હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે શહેરભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ ખરાબ વાતાવરણની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો
207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે
રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી