ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.5 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એમ કુલ 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે.આ ઉપરાંત પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. 


[[$googlead]]

વરસાદનું આ જોર 6 જુલાઈએ પણ યથાવત રહેશે

વરસાદનું આ જોર 6 જુલાઈએ પણ યથાવત રહેશે.જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ રહેશે.7 જુલાઈએ નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે. જ્યારે 8 અને 9 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂકા બોલાવશે

હવામાન વિભાગની આગાહી મુજબ, સક્રિય થયેલી 'અપર એર સાયક્લોનિક' સિસ્ટમની સીધી અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. આ સિસ્ટમની અસર હેઠળ સુરત, દહેજ, જંબુસર અને ભરૂચ પંથકમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. તેની સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા અને અમરેલી તેમજ રાજકોટથી લઈને ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને વેરાવળ અને કોડીનાર જેવા વિસ્તારોમાં મેઘાડંબર સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

[[$alsoread]]

છેલ્લા 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 22 કલાક દરમિયાન મેઘરાજાએ જબરદસ્ત મહેર વરસાવી છે. જેમાં કુલ 186 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, અમરેલીના ખાંભામાં સૌથી વધુ 8 ઈંચ, રાજુલામાં 7 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત, નવસારીના ગણદેવીમાં 6.5 ઈંચ, ચીખલીમાં 6 ઈંચ, જલાલપોર અને નવસારી શહેરમાં 5 ઈંચ તથા ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.ગીર સોમનાથના ગીર ગઢડામાં 3.5 ઈંચ, ભાવનગરના મહુવામાં 5 ઈંચ અને સુરતના પલસાણા તથા ઓલપાડમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.આ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય 175 તાલુકાઓમાં પણ મેઘમહેર યથાવત રહી છે. 

આ પણ વાંચોઃ Amreli News: ખાંભા અને ગીર પંથકમાં અનરાધાર વરસાદ, ધાતરવડી-હડિયો નદીમાં ઘોડાપૂર



  • Follow us on: