હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક એટલે કે બપોરે 12થી 3 વાગ્યા સુધીનું તાત્કાલિક વેધર બુલેટીન જાહેર કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે તા.9થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે.આ દરમિયાન બનાસકાંઠા, વાવ-ધરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાશે.
