અમરેલી જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે છેલ્લા 24 કલાકમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' અંતર્ગત જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાસ કરીને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે સમુદ્ર ગાંડોતૂર બન્યો છે, જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
અમરેલી જિલ્લામાં 22 કલાકમાં આભ ફાટ્યા જેવી
અમરેલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.છેલ્લા 22 કલાકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિમાં ખાંભામાં 8 ઈંચ, રાજુલામાં 7 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે.જૂનાગઢમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર હોવાથી માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ ચાલુ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં ઉનામાં સૌથી વધુ 6.5 ઈંચ, ગીર ગઢડામાં 3.5 ઈંચ તેમજ કોડીનાર અને તાલાલામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી જાળવી રાખી છે. જેથી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. રાજ્યભરમાં સક્રિય થયેલી વિવિધ વરસાદી સિસ્ટમોને કારણે હજુ પણ સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather: આજે 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં મેઘમહેર









