સુરત શહેરમાં ખાડીપૂરે ભારે તારાજી સરજી છે, જેના કારણે પર્વત પાટિયા અને ગોડાદરા જેવા વિસ્તારો સંપૂર્ણપણે જળબંબોળ થઈ ગયા છે. ખાડીના પાણી ભયજનક સપાટી વટાવી જતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઝડપથી પાણી ફરી વળ્યા હતા. 10 થી વધુ સોસાયટીઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સોસાયટીઓના ઘરોની અંદર પાણી ઘૂસ્યા
સ્થિતિ એટલી ગંભીર બની છે કે મુખ્ય રસ્તાઓ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તાઓ પરથી પાણી હવે લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે. ઘરવખરી અને કિંમતી સામાન પાણીમાં પલળી જવાથી સ્થાનિક રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આકાશી નજારામાં જ્યાં જુઓ ત્યાં પાણી
આ સમગ્ર વિસ્તારનો આકાશી નજારો જોતાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. ડ્રોન કે ઊંચાઈ પરથી જોતા આખી વસાહત જાણે કોઈ મોટા તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક લોકો અત્યારે સુરક્ષિત સ્થળે ખસવા અને રાહત સામગ્રી મેળવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Monsoon 2026 : વલસાડમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો, વેપારીઓને લાખોનું નુકસાન