સુરત શહેરમાં મોડી રાત્રે ઉમરાગામ, પીપલોદ, મગદલ્લા, વેસુ, અલથાણ, અઠવાલાઇન્સ, પાલ, અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
147 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો
સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપૂરના અસરગ્રસ્તોને રાહત આપવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી ચલાવવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 61360 પરિવારોને રૂ.14 કરોડથી વધુની કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં હજારો પરિવારો અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું. પૂર બાદ વેરા માફી સહિતની વિવિધ માંગણીઓ ઉઠી હતી. આખરે નુકસાનનો સરવે પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ અસરગ્રસ્ત 3.54 લાખ મિલકતોનો કુલ રૂ. 147 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે.
