વલસાડની ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે આસપાસના વિસ્તારના 40 જેટલા લોકો પાણી વચ્ચે અટવાઈ ગયા હતા. જળબંબાકારની આ પરિસ્થિતિમાં લોકોના જીવ જોખમમાં મુકાતાં જ વલસાડ SOG પોલીસની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

3 કિમી રેલવે ટ્રેક પર ચાલીને સ્થાન પર પહોંચ્યા જવાનો

પૂરના કારણે માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હોવાથી ઘટનાસ્થળે પહોંચવું અત્યંત પડકારજનક હતું. આ વિપરીત પરિસ્થિતિમાં SOG ટીમ અને બચાવકર્તાઓએ હિંમત ન હારી અને જીવના જોખમે 3 કિલોમીટર સુધી રેલવે ટ્રેક પર ચાલીને ફસાયેલા લોકો સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો હતો.

4 થી 5 કલાકની ભારે જહેમત બાદ તમામનો આબાદ બચાવ

રેસ્ક્યૂ ટીમે ભારે વહેણ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે સતત 4 થી 5 કલાક સુધી અવિરત મહેનત કરી હતી. જવાનો અને તરવૈયાઓની અથાક જહેમતના અંતે પૂરમાં ફસાયેલા તમામ 40 લોકોને સુરક્ષિત બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Monsoon 2026 : બોપલમાં ભારે જળભરાવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર, સેન્ટોસા પાર્કમાં 20 પરિવારો હજુ પણ ફસાયેલા, Video