મોરબીના શનાળા પુલ નજીક એક નશામાં ધૂત ડમ્પરચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે આ બનાવ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે પહેલા એક કન્ટેનર સાથે ભટકાયું અને ત્યારબાદ તેણે એક કારને અડફેટે લીધી હતી. આ ઘટનાની પોલિસને જાણ થતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ડમ્પરચાલકની અટકાયત કરી હતી. ડમ્પરચાલકની નશાની હાલતમાં હવાનો સ્થાન્કોનો આક્ષેપ હતો. જેને લઈ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત થયો હોવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ












