મોરબીમાં પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી મક્કમતાપૂર્વક લડી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો સોમવારની રાત્રે અંત આવવા જઈ રહ્યો છે. મેદાને પડેલા તમામ 8 ઉપવાસી ખેડૂતો સોમવારે રાત્રે પારણાં કરશે. ઉપવાસી આંદોલનકર્તાઓ પોતાના 19 દિવસ લાંબા આંદોલનને વિરામ આપશે. જોકે, આ આંદોલનનો અંત એ સરકાર સામેની લડાઈનો અંત નથી, પરંતુ ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે આંદોલનના 'પાર્ટ-3' ની સત્તાવાર જાહેરાત કરવાની ચીમકી આપી દીધી છે.

સરકારની અધૂરી જાહેરાત સામે ખેડૂતોમાં ભારે રોષ

મળતી માહિતી અનુસાર, ખેડૂત આંદોલનને સમેટવા માટે સરકાર દ્વારા તાજેતરમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતો અધૂરી હોવાનું કહીને ઉપવાસી ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની આ જાહેરાતોથી ખેડૂતો બિલકુલ નાખુશ છે, કારણ કે તેમની મૂળ અને મુખ્ય માંગણીઓ હજુ પણ સ્વીકારવામાં આવી નથી. આથી જ આંદોલનની પૂર્ણાહુતિની સાથે જ આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે.


Morbi Farmer Protest: Fast Ends on 19th Day, Warning of 'Zabba Phad' Agitation to Govt

નેતાઓ સાનમાં સમજી જાય, નહીં તો થશે 'ઝબ્બા ફાડ' આંદોલન

આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા નિલેશ અઘારાએ સરકાર અને રાજકીય નેતાઓને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે.

https://twitter.com/sandeshnews/status/2074107276546445467

તેમણે જણાવ્યું છે કે, રાજકીય નેતાઓ સાનમાં સમજી જાય તો સારું, બાકી જો સરકાર અમારી ન્યાયિક માંગણીઓ વહેલી તકે સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં 'ઝબ્બા ફાડ' આંદોલન શરૂ કરવામાં આવશે. સોમવારની રાત્રે પારણાં કર્યા બાદ ખેડૂતો પોતાના આંદોલનના ત્રીજા તબક્કાની જાહેરાત કરશે, જે સરકાર માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.


આ પણ વાંચો - Gujarat Rain Updates: રાજ્યમાં ઠેર ઠેર મેઘતાંડવ, જુઓ વિવિધ શહેરમાં તારાજીના Photos