મોરબી શહેરમાં વિવિધ સમસ્યાઓને લઈને આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવનો પ્રયત્ન કર્યો જેમાં મહાનગરપાલિકા ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતા અને રજૂઆત કરતા અટકાવ્યા હતા, જેમાં ભારે વિરોધ અને રામધૂન અને સંઘર્ષ બાદ આખરે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.


મોરબીમાં રોડ પર ઉતરીને સ્થાનિકોએ વિરોધ કર્યો

મોરબી શહેરમાં રોડ, રસ્તા ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યા મુદ્દે આજે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઘેરાવ સાથે રજુઆત કરવા પહોંચ્યા હતા, જેમાં પુર્વ ધારાસભ્ય લલીત કગથરા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે વિવિધ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તો સાથે કોંગ્રેસના ઘેરાવના પગલે ૨ pi ૭ psi અને ૭૦ જવાનો ખડકી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા.

રામધૂન બોલાવી અને હાય હાયના નારાઓ લગાવ્યા હતા

આમ તો મોરબી શહેર ખાડારાજથી ત્રાહિમામ પોકારી ગયા બાદ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ વિવિધ જગ્યાએ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જોકે પછાત વિસ્તારોમાં હજુ સુધી સમસ્યાઓ દૂર થઈ નથી જેથી કરીને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકા બન્યાં બાદ પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ સમસ્યાનો તાત્કાલિક નિવારણ થાય તે માટે મોરબી શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો સાથે રામધૂન બોલાવી અને હાય હાયના નારાઓ લગાવ્યા હતા.


  • Follow us on: